Video: દેવ દિવાળીએ વિરમગામના ઐતિહાસિક મુનસર તળાવમાં 1,111 દિવડાઓથી સર્જાયો અદ્ભુત નજારો

સોર્સ: gstv

વિરમગામનું ઐતિહાસિક મુનસર તળાવ દેવ દિવાળીના પર્વે 1 હજાર 111 દિવડાઓની ઝળહળતી રોશનીથી પ્રકાશિત થયું હતું. છેલ્લા 38 વર્ષથી યુવક મંડળ દ્વારા દેવ દિવાળીએ તળાવની ફરતે દીવડાઓ પ્રગટાવવાની પરંપરા જાળવવામાં આવી રહી છે. શ્રી મુનસરના વડલાવાળા મેલડી માતા મંદિર યુવક મંડળના 30થી વધુ સ્વયંસેવકોએ ત્રણ કલાકથી વધુ સમય સેવા આપી દીવડાઓ પ્રગટાવ્યાં હતાં. આ માટે 30 કિલોથી વધુ તેલ, ત્રણ કિલોથી વધુ દિવેટની જાળી અને 1 હજાર 111 માટીના કોડિયાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સાથે જ મેલડી માતા મંદિરને પણ આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું હતું. આ અલૌકિક નજારો નિહાળવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા.

આ સમાચાર શેર કરો

જાહેરાત