Video: દેવ દિવાળીના પર્વે વડોદરામાં ભગવાન નરસિંહજીની 289મી શોભાયાત્રામાં ઉમટ્યા હજારો શ્રદ્ધાળુઓ

વડોદરામાં દેવ દિવાળીના પાવન અવસરે ભગવાન નરસિંહજીની 289મી ભવ્ય શોભાયાત્રા પરંપરાગત ઉત્સાહ સાથે નીકળી હતી. ભગવાન નરસિંહજી વિશેષ પાલખીમાં બિરાજમાન થઈ નગરયાત્રાએ નીકળતાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. શોભાયાત્રામાં વિવિધ વેશભૂષા ધારણ કરીને યુવાનો અને બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શહેરના પરીખ પરિવાર દ્વારા છેલ્લા 289 વર્ષથી આ ધાર્મિક પરંપરાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભગવાન નરસિંહજી તુલસીજી સાથે વિવાહ કરવા પાલખીમાં સવાર થઈ નીકળે છે. અઢી કિલોમીટરથી વધુના માર્ગે નગરયાત્રા ફરી ભગવાન તુલસીવાડી ખાતે પહોંચે છે. સુરક્ષાને લઈ પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.
જાહેરાત














