Video: અમદાવાદમાં વસ્ત્રાપુરના રાત્રી ખાણીપીણી બજારમાં 55થી 60 એકમોમાં તપાસ, 50 નમૂના લેવાયા

સોર્સ: gstv

અમદાવાદમાં રાત્રી ખાણીપીણી બજારમાં આરોગ્ય વિભાગની તવાઈ જોવા મળી છે. વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ફૂડ કોર્ટમાં અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરી હતી. નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં ન થાય તે હેતુથી અંદાજે 55થી 60 જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન રો-મટીરિયલ, પનીર, બટર, મસાલા, આઈસ્ક્રીમ અને તૈયાર ખોરાક સહિતના આશરે 50 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓ પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જો કોઈ નમૂનો ફેઈલ થશે અથવા અખાદ્ય જણાશે તો સંબંધિત વેન્ડર ઉપરાંત એકમોનું સંચાલન કરતા મુખ્ય સંચાલકો સામે પણ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત