Video: વસ્ત્રાપુર ફૂડ કોર્ટમાં ફૂડ વિભાગના દરોડા: ૬૦ એકમોમાં તપાસ,

સોર્સ: gstv

અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રાત્રી ખાણીપીણી બજારમાં ચેકિંગ કરવામાં આવ્યું અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા ફૂડ કોર્ટ ખાતે ફૂડ વિભાગ દ્વારા સઘન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યું . નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં ન થાય તે હેતુથી આ સમગ્ર વિસ્તારના આશરે ૫૫ થી ૬૦ જેટલા ખાણીપીણીના એકમોમાં તપાસ કરવામાં આવીતપાસ દરમિયાન વિવિધ એકમોમાંથી રો-મટીરીયલ, પનીર, બટર, મસાલા, આઈસ્ક્રીમ તેમજ તૈયાર ખોરાકના અંદાજે ૫૦ જેટલા નમૂના લેવાની કામગીરી હાથ ધરાઈ છે, જેને પરીક્ષણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા .જો તપાસ રિપોર્ટમાં આમાંથી કોઈપણ સેમ્પલ ફેઈલ થશે કે અખાદ્ય જણાશે, તો માત્ર જે-તે વેન્ડર સામે જ નહીં, પરંતુ આ પ્લોટમાં આ એકમોનું સંચાલન કરનાર મુખ્ય સંચાલકો સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે 

આ સમાચાર શેર કરો

જાહેરાત