Video: પ્રફુલ પટેલના નિવેદનને પાટણના ધારાસભ્ય કિરીટ પટેલનું સમર્થન, સમાજની એકતા પર ભાર

સાબરકાંઠામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રફુલ પટેલ મા ઉમિયા, મા અર્બુદા અને મા ખોડિયાર ત્રણેય સગી બહેનો છે, તમે શું કરવા જુદા પડો છો તેવા નિવેદન પર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ચૌધરી અને પાટીદાર સમાજની એકતાના નિવેદનને સમર્થન આપ્યું છે. કિરીટ પટેલે જણાવ્યું છે કે કડવા પાટીદાર, લેવા પાટીદાર અને ચૌધરી સમાજ એક થવા જોઈએ. તેમના મતે આ ત્રણેય સમાજોની સંસ્કૃતિ, વ્યવસાય અને સામાજિક રીતિ-રિવાજો એક જેવા જ છે, જેના કારણે સમાજો વચ્ચે સંવાદ અને એકતા મહત્વપૂર્ણ બને છે.
.
જાહેરાત












