Video: કોતરપુરમાં રિવરફ્રન્ટને અડીને આવેલા ૨ પ્લોટનું પઝેશન લેવાયું, ૫૬૦ મીટરનો ટી.પી. રોડ ખુલ્લો કરાયો

અમદાવાદના ઉત્તર ઝોન વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટી.પી. સ્કીમ હેઠળ જાહેર હેતુના પ્લોટનું પઝેશન લેવા અને ટી.પી. રોડ ખુલ્લો કરવાની મહત્વની કામગીરી હાથ ધરવામાં આવી છે. સરદારનગર વોર્ડ અને કોતરપુર વિસ્તારમાં રિવરફ્રન્ટને અડીને આવેલી કિંમતી જમીનોનો કબજો મેળવી લોકહિતના વિકાસ કામો માટે માર્ગ મોકળો કરાયો..છે
..અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ઉત્તર ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી. ઇલેક્શન વોર્ડ નંબર ૧૧, સરદારનગર વિસ્તારમાં અંતિમ મંજૂર નગર રચના યોજના નંબર ૫૯, કોતરપુરમાં કોતરપુર વોટર વર્કસની પાછળ અને અંડર કન્સ્ટ્રક્શન રિવરફ્રન્ટને અડીને આવેલા પ્લોટનું પઝેશન લેવામાં આવ્યું છે.જેમાં સેલ ફોર કોમર્શિયલ હેતુના અંતિમખંડ નંબર ૩૬ કે જેનું ક્ષેત્રફળ ૨૩,૪૯૩ ચોરસ મીટર છે અને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હેતુના અંતિમખંડ નંબર ૩૫ કે જેનું ક્ષેત્રફળ ૧૨,૯૬૫ ચોરસ મીટર છે, તેનો કબજો મેળવાયો છે. વેચાણ હેતુ અને સામાજિક હેતુના આ બંને પ્લોટ વિશાળ લોકહિતના વિકાસ કામો માટે મહત્વના લોકેશન પર આવેલા છે.આ ઉપરાંત ટી.પી. સ્કીમ હેઠળ રસ્તો ખુલ્લો કરવાની કામગીરી અંતર્ગત કોતરપુર વોટર વર્કસની પાછળના ભાગથી અંડર કન્સ્ટ્રક્શન રિવરફ્રન્ટ તરફ જતો ૧૨ મીટર પહોળો અને ૫૬૦ મીટર લાંબો ટી.પી. રોડ પણ ખુલ્લો કરવામાં આવ્યો છે.







