Video: જંગલેશ્વર ડિમોલેશન ખર્ચની તપાસ

રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચ મામલે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ તપાસ રિપોર્ટ જાહેર કર્યો છે. રિપોર્ટમાં ખર્ચ સંબંધિત કામગીરીને લઈને વિવિધ વિભાગોના અધિકારીઓ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ, સેન્ટ્રલ વર્કશોપ અને સાંસ્કૃતિક વિભાગના અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત સાંસ્કૃતિક વિભાગના અધિકારી કૌશિક ઉનાવાને ફરજમુક્ત કરી તેમની સામે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ડિમોલેશનના ખર્ચ મામલે તંત્રની આ કાર્યવાહીથી મહાનગરપાલિકાના વહીવટી વિભાગોમાં ચર્ચા જાગી છે.
જાહેરાત












