Video: સુરતના ઇચ્છાપોરમાં વિધવાની ગળે ટૂંપો આપી ક્રૂર હત્યા, દુષ્કર્મની આશંકાથી ખળભળાટ, પોલીસ તપાસ શરૂ

સોર્સ: gstv

સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં વિધવાની હત્યાની ઘટનાથી ભારે ચકચાર મચી ગઈ છે. મહિલા રવિવારે સાંજે થોડી વારમાં પાછી આવું છું કહીને ઘરેથી નીકળી હતી, પરંતુ પરત ફરી ન હતી. બાદમાં તેનો મૃતદેહ ઇચ્છાપોર બસ સ્ટેન્ડ નંબર 3 પાછળ નહેરના કિનારેથી મળી આવ્યો હતો. ગળામાં દોરી વડે ટૂંપો આપી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે, તેમજ પોસ્ટમોર્ટમ દરમિયાન શરીર પર ઇજાના નિશાન મળતા દુષ્કર્મની આશંકા વ્યક્ત કરાઈ છે. ડાયમંડ બુર્સની કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતી મહિલાના પતિનું અગાઉ અવસાન થયું હતું અને હવે એક પુત્રી તથા બે પુત્રોએ માતાની છત્રછાયા ગુમાવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત