Video: સુરતના સહારા દરવાજા પાસે બસમાં આગ, મુસાફરોનો આબાદ બચાવ

સોર્સ: gstv

સુરતના સહારા દરવાજા પાસે બ્રિજ નીચે SMCની સિટી બસમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. બસમાં આગ લાગી ત્યારે પાંચથી છ જેટલા મુસાફરો સવાર હતા. બસમાંથી અચાનક ધુમાડો નીકળતાં મુસાફરો અને ડ્રાઇવરે સમયસૂચકતા વાપરી તાત્કાલિક બસની બહાર નીકળી જીવ બચાવ્યો હતો. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી બસ બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જોકે આગને પગલે રસ્તા પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો.

આ સમાચાર શેર કરો

જાહેરાત