Video: અમદાવાદના સાયન્સ સિટીમાં મોટી દુર્ઘટના, જાહેરાતનું બોર્ડ પડતા એક્સ-આર્મીમેન સિક્યુરિટી ગાર્ડનું કરુણ મોત થયું

સોર્સ: gstv

મળતી માહિતી મુજબ, સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવનમાં IRIS નેશનલ ફેરનું હોર્ડિંગ અચાનક તૂટી પડ્યું હતું. આ હોર્ડિંગ સીધું જ ત્યાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈના માથાના ભાગે પડતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું મોત થયું હતું. મૃતક રાજેન્દ્રભાઈ એક્સ-આર્મીમેન હતા. જાહેર સ્થળે હોર્ડિંગ તૂટી પડવાની આ ઘટનાથી પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત