Video: સાયન્સ સિટીમાં દુર્ઘટના: જાહેરાતનું બોર્ડ તૂટી પડતા સિક્યુરિટી ગાર્નું મોત

સોર્સ: gstv

અમદાવાદના સાયન્સ સિટીમાં એક અત્યંત દુઃખદ ઘટના બની છે, જ્યાં જાહેરાતનું બોર્ડ પડતા એક સિક્યુરિટી ગાર્ડનું કરૂણ મોત નીપજ્યું છે. સાયન્સ સિટી સ્થિત વિજ્ઞાન ભવનમાં 'IRIS નેશનલ ફેર'નું હોર્ડિંગ અચાનક તૂટી પડ્યું હતું. આ દુર્ઘટનામાં 46 વર્ષીય સિક્યુરિટી ગાર્ડ રાજેન્દ્રભાઈનું માથાના ભાગે બોર્ડ પડતા ઘટનાસ્થળે જ મોત થયું છે. મૃતક રાજેન્દ્રભાઈ એક્સ-આર્મીમેન હતા અને સાયન્સ સિટીમાં ફરજ બજાવી રહ્યા હતા. જાહેર સ્થળે હોર્ડિંગ તૂટી પડવાની આ ઘટનાને પગલે પરિસરમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત