Video: સુરતના પાંડેસરામાં 108 એમ્બ્યુલન્સમાંથી બેટરી-ઇન્વર્ટર ચોરાયા, પોલીસના નાઇટ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો

સુરતના પાંડેસરા વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સમાંથી બેટરી અને ઇન્વર્ટર ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. લોકોનો જીવ બચાવતી 108 એમ્બ્યુલન્સ જ જો સુરક્ષિત ન હોય તો સામાન્ય નાગરિકોની સુરક્ષાનું શું, તેવો સવાલ સ્થાનિકોમાં ઉઠી રહ્યો છે. વારંવાર બનતી ચોરીની ઘટનાઓ છતાં તસ્કરો બેફામ બન્યા છે, જેના કારણે પાંડેસરા પોલીસનું નાઇટ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. કટોકટીની સેવામાં વપરાતી એમ્બ્યુલન્સમાંથી સામાન ચોરાઈ જતા તંત્રની સતર્કતા પર પણ લોકો સવાલ ઉઠાવી રહ્યા છે..
જાહેરાત
















