Video: સુરતના પાંડેસરામાંથી મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સ ઝડપાયો SOGની કાર્યવાહી

સોર્સ: gstv

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં SOG પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને નશીલા પદાર્થ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો .પોલીસે આરોપી રાકેશ અશોક પવાર પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું હતું , જેની અંદાજિત કિંમત 1,24,200 થાય હતા . પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ આ ડ્રગ્સ એક વોન્ટેડ આરોપી પાસેથી છૂટક વેચાણના ઉદ્દેશ્યથી મેળવ્યું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આરોપીની સઘન પૂછપરછ શરૂ કરી હતી . હાલ પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો

જાહેરાત