Video: આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ડોક્ટરોને દવાઓના વિવેકપૂર્ણ ઉપયોગની સલાહ આપી

સોર્સ: gstv

ગુજરાતના આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ એન્ટિબાયોટિક દવાઓના બિનજરૂરી અને વધુ પડતા ઉપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે ભારતમાં એન્ટિબાયોટિક દવાઓનો વધુ પડતો ઉપયોગ થવાથી ધીમે ધીમે તેની અસરકારકતા ઘટી રહી છે. દર્દીઓને શરૂઆતથી જ વધુ માત્રામાં એન્ટિબાયોટિક દવાઓ આપવામાં આવે તો ભવિષ્યમાં એ જ દવાઓની અસર થતી નથી. વારંવાર એન્ટિબાયોટિકનો ઉપયોગ કરવાથી દવાઓ સામે પ્રતિકારક શક્તિ વિકસવાનો ખતરો વધી શકે છે. આથી આરોગ્ય મંત્રીએ ડોક્ટરોને એન્ટિબાયોટિક દવાઓનો વિવેકપૂર્ણ અને જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવાની સલાહ આપી છે. સાથે જ ઓછામાં ઓછા જરૂરી ડોઝ અને યોગ્ય સારવાર પદ્ધતિ અપનાવવા અપીલ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત