Video: ડાંગમાં પાક નુકસાનના વળતર માટે આંદોલન શરૂ, અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ કરવામાં આવી

સોર્સ: gstv

ડાંગ જિલ્લામાં 100 ઇંચ વરસાદ પડ્યા છતાં પાણીના અભાવે ખેડૂતોનો ઊભો પાક સુકાઈ ગયો છે, જેમાં મુખ્ય પાક નાગલીને મોટું નુકસાન પહોંચ્યું છે. રાજ્યના ચાર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે, પરંતુ ડાંગમાં હજુસુધી પાક નુકસાનનો સર્વે પણ ન કરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મુખ્યમંત્રીને રીમાઇન્ડર આવેદનપત્ર પાઠવ્યા છતાં તંત્ર ન જાગતા આખરે મહેશ આહીરે ભૂખ હડતાળનું શસ્ત્ર ઉગામ્યું છે. ડાંગમાં તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને હેક્ટરદીઠ યોગ્ય વળતર ચૂકવવાની ઉગ્ર માંગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત