Video: છોટા-ઉદેપુરના નસવાડીના વદેસીયામાં પાણી પુરવઠા યોજનાના લાખોનો ખર્ચ છતાં ગ્રામજનો શુદ્ધ પાણીથી વંચિત રહ્યાં

છોટા-ઉદેપુરના નસવાડીના વદેસીયા ગામે પોચંબા પાણી પુરવઠા યોજના હેઠળ ટાંકી, સંપ અને પાઇપલાઇન બન્યા છતાં ઘરે ઘરે નર્મદાનું ફિલ્ટર કરેલું પાણી પહોંચ્યું નથી. વીજળી જાય ત્યારે બે દિવસ પાણી વિના રહેવું પડે છે અને હેન્ડપંપ પણ બિસ્માર છે. બોરના પાણીમાં ટીડીએસ વધુ હોવાથી પથરી સહિત પાણીજન્ય રોગોની ભીતિ છે, જ્યારે પશુઓ માટે પણ હવાડામાંથી પાણી લઈ જવું પડે છે. વારંવાર રજૂઆત છતાં ઉકેલ નથી આવ્યો. બોડેલી પાણી પુરવઠા કચેરી વાર્ષિક બે કરોડના ખર્ચનો દાવો કરે છે, ત્યારે યોજના અને વિતરણના ખર્ચની તપાસ કરી વહેલી તકે નર્મદાનું શુદ્ધ પાણી આપવા ગ્રામજનોએ માંગ કરી છે.
જાહેરાત















