Video: ડાકોરમાં ભગવાન રણછોડરાયજીના આગમનને 871 વર્ષ પૂર્ણ દર્શન માટે ભક્તો ઉમટ્યા

ઐતિહાસિક માન્યતા મુજબ ભગવાન રણછોડરાયજી ભક્ત બોડાણાના ભક્તિભાવથી દ્વારકાથી ડાકોર પધાર્યા હતા, જેના આગમનને આજે 871 વર્ષ પૂર્ણ થયા છે. દેવ દિવાળીના મહાપર્વ નિમિત્તે કાળીયા ઠાકોરના દર્શન કરવા ડાકોરમાં લાખો શ્રદ્ધાળુઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. આજે મંગળા આરતી બાદ ઠાકોરજીને કુમકુમ તિલક કરી સવા લાખનો મુગટ, સોનાના શંખ, ચક્ર અને પદ્મ જેવા આયુધો તેમજ શ્વેત વસ્ત્રો અને અમૂલ્ય આભૂષણો ધરાવી દિવ્ય શણગાર કરાયો છે. મંદિરના શિખર પર 52 ગજની 18 ધજા સહિત કુલ 122 ધજા ચઢાવવામાં આવી છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ભગવાનના આ દિવ્ય દર્શન રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લા રાખવામાં આવ્યા છે.
જાહેરાત













