Video: 12 જ્યોતિર્લિંગની યાત્રાએ નીકળેલા બિહારના યુવાનનું ડાકોરમાં ભવ્ય સ્વાગત, ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે પાઠવી શુભેચ્છા

સોર્સ: gstv

12 જ્યોતિર્લિંગનાં દર્શન કરવાના અડગ સંકલ્પ અને શ્રદ્ધા સાથે બિહારથી યાત્રાએ નીકળેલા મોનુસિંહ ગુજરાતના ખેડા જિલ્લા સ્થિત યાત્રાધામ ડાકોર પહોંચ્યા હતા. ડાકોર ખાતે આગમન થતાં ઠાસરા વિધાનસભાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે તેમનું વિશેષ સન્માન અને ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમારે મોનુસિંહની અતૂટ શ્રદ્ધાને બિરદાવી તેમની આગામી યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. યાત્રાધામ ડાકોરમાં રાજા રણછોડરાયજીનાં દર્શન સાથે બિહારથી ગુજરાત સુધીની આ શ્રદ્ધાયાત્રા દેશનાં વિવિધ ધાર્મિક સ્થળોને જોડતી એક પ્રેરણાદાયી યાત્રા બની રહી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત