Video: ડાકોરમાં 5,000 ગીતાનું નિઃશુલ્ક વિતરણ, યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ, સત્સંગ, આધ્યાત્મિકતા સાથે જોડવાનો હેતુ

ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાનો સંદેશ ફેલાવવાના હેતુથી અનોખી પહેલ કરવામાં આવી છે. મુંબઈથી આવેલી જીવન મુક્તા ફાઉન્ડેશન દ્વારા રણછોડરાય મંદિર ધામ ખાતે પાંચ હજાર ભગવદ્ ગીતાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે. આજની યુવા પેઢી પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવથી દૂર રહી ભારતીય સંસ્કૃતિ અને આધ્યાત્મિક માર્ગ અપનાવે તે આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય છે. યુવાનો અને યુવતીઓ કુસંગને બદલે સત્સંગ તરફ વળે તેમજ ભગવદ્ ગીતાનું વાંચન, મનન અને જીવનમાં આચરણ કરે તેવો સંદેશ આપવામાં આવ્યો છે. તિરુપતિ અને પંઢરપુર સહિતના ધાર્મિક સ્થળોએ પણ આવી પહેલ હાથ ધરવામાં આવી છે.
જાહેરાત













