Video: ઉપલેટાના નવા સીસી રોડમાં નગરપાલિકાની ઘોર બેદરકારી ઉજાગર

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં નગરપાલિકાની રોડ કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. નગરપાલિકા પ્રમુખના વોર્ડ નંબર 7માં સાંઈબાબાના મંદિરથી કેનાલ રોડ સુધી બનાવાયેલા નવા સીસી રોડ પર વીજ થાંભલો રસ્તાની અંદર જ રહી ગયો છે. કોંગ્રેસના શહેર પ્રમુખ અને વિપક્ષી સદસ્ય લખમણ ભોપાળાએ સ્થળ પર માપણી કરી થાંભલો રોડની ધારથી પોણા છ ફૂટ અંદર હોવાનું દર્શાવ્યું હતું. એટલું જ નહીં, રોડ પર ચાર ઇંચ જેટલી ઊંચાઈ ધરાવતી કુંડીઓ પણ અકસ્માતનું જોખમ ઊભું કરી રહી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. રોડ બનતા પહેલાંથી વીજ થાંભલો હોવા છતાં તેને ખસેડવામાં ન આવ્યો હોવાને લઈને નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. વિપક્ષે આ સમગ્ર મામલે તંત્રની બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત