Video: નબળા આયોજન અને ખાલી મેદાનના કારણે હળવદ નગરપાલિકાના સ્વદેશી મેળા સામે ઉઠ્યા ગંભીર સવાલો.

સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાના હેતુથી હળવદ નગરપાલિકા દ્વારા ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજનની ગંભીર ખામીઓના કારણે આ મેળો બે જ દિવસમાં ફલોપ ગયો છે. ઉદ્ઘાટન બાદ તરત જ મેદાનમાં ખાલી સ્ટોલ અને સન્નાટો છવાઈ ગયો હતો, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પણ કોઈ મોટો લાભ મળ્યો નથી. પ્રચાર-પ્રસિદ્ધિ પાછળ આડેધડ લાખો રૂપિયાનો સરકારી ખર્ચ કરવા છતાં મેદાન ખાલીખમ થઈ જતા નાગરિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. આ નબળા આયોજન અને વેડફાતા સરકારી નાણાંની જવાબદારી કોણ લેશે તે એક મોટો પ્રશ્ન બન્યો છે.








