Video: ભિલોડા APMCમાં ચેરમેન-વાઇસ ચેરમેન બિનહરીફ

અરવલ્લી જિલ્લાના ભિલોડા એપીએમસી ખાતે જિલ્લા રજિસ્ટ્રારની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. પક્ષ તરફથી ચેરમેન તરીકે હિતેન્દ્રસિંહ સિસોદિયા અને વાઇસ ચેરમેન તરીકે દિલીપ કટારાના નામનું મેન્ડેટ જાહેર થતાં તેમણે પોતપોતાના ફોર્મ ભર્યા હતા. બંને હોદ્દાઓ પર અન્ય કોઈ દાવેદારી ન આવતાં હિતેન્દ્રસિંહ સિસોદિયા અને દિલીપ કટારા બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે હિતેન્દ્રસિંહ સિસોદિયા વર્ષ 2008થી સતત ભિલોડા એપીએમસીના ચેરમેન પદે સફળતાપૂર્વક કાર્યરત છે. ચેરમેન અને વાઇસ ચેરમેન બંને ભાજપ સમર્થિત ઉમેદવારો બિનહરીફ વિજેતા બનતાં સ્થાનિક ભાજપ સંગઠન અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.








