મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સાવરકુંડલા નજીક અકસ્માતના સીસીટીવી વાયરલ

સોર્સ: gstv

સાવરકુંડલાના આંબરડી અને જાબાળ વચ્ચે એક એલપીજી ગેસ ટેન્કર પલ્ટી મારી ગયું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. આ અકસ્માતના લાઈવ દ્રશ્યો નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ટેન્કર પલ્ટી ખાવાને કારણે તેનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને ત્વરિત સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં જ સાવરકુંડલા અને અમરેલી ફાયર વિભાગની ટીમો મોટો અકસ્માત ટાળવા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ દ્વારા ક્રેઈનની મદદથી સાંજ સુધીમાં ટેન્કરને સીધું કરીને માર્ગ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો