મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાજકોટમાં દંપતીના આપઘાત કેસમાં વ્યાજખોરીનો આક્ષેપ

સોર્સ: gstv

રાજકોટના કાંગસિયાળી સ્થિત કલ્પવન સોસાયટીમાં દંપતીના મૃતદેહ ભાઈના ઘરે લાવવામાં આવતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતકના ભાઈએ આક્ષેપ કર્યો છે કે મોરબીના વ્યાજખોરો પાસેથી આઠ લાખ રૂપિયા વ્યાજે લેવામાં આવ્યા હતા અને તેમની પાસેથી 195 ટકા વ્યાજ વસૂલવામાં આવતું હતું. મૃતકના કાકાના દીકરાએ જણાવ્યું કે ગઈકાલે તેમની સાથે વાતચીત થઈ હતી. દંપતીના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે અને સ્વજનોની આંખોમાં આંસુ જોવા મળ્યાં છે. પરિવારજનોએ સમગ્ર મામલે ન્યાયની માંગણી કરી છે. સાથે જ વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

આ સમાચાર શેર કરો