Video: રાજકોટમાં RMCની ટીપરવાનમાં મુસાફરો!

રાજકોટના ભાવનગર રોડ પર મહાનગરપાલિકાની ટીપરવાનમાં મુસાફરો સવાર હોવાનો વીડિયો સામે આવ્યો છે. કચરો એકત્રિત કરવા માટે ઉપયોગમાં લેવાતી ટીપરવાનમાં કર્મચારીઓની હેરાફેરી થતી હોવાના દૃશ્યો વાયરલ થતાં સવાલો ઊભા થયા છે. ટીપરવાન કચરો લેવા માટે છે કે મુસાફરોની અવરજવર માટે, તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે. આ પ્રકારની હેરાફેરીથી વાહનના ઉપયોગ અને નિયમોના પાલન અંગે સવાલો ઊભા થયા છે. ટીપરવાનમાં મુસાફરી કરતા કર્મચારીઓની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત થઈ રહી છે. હવે આ મામલે મહાનગરપાલિકા દ્વારા શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર છે.








