Video: ઉમરગામમાં સાંસદ પહોંચ્યા છતાં ધારાસભ્યએ દીપ પ્રાગટ્ય કરાવતા વિવાદ, ભાજપની જૂથબંધી ફરી ચર્ચામાં

સોર્સ: gstv

વલસાડના ઉમરગામ તાલુકાના દેહરી ગ્રામપંચાયતના નવા લોકાર્પણ કાર્યક્રમમાં સાંસદ ધવલ પટેલ માત્ર બે મિનિટના અંતરે પહોંચી ગયા હોવા છતાં ધારાસભ્ય રમણભાઈએ દીપ પ્રાગટ્ય કરાવી દેતા ચર્ચા જાગી છે. અગાઉ દિવાળીના બેનરોમાંથી સાંસદની બાદબાકી પણ ચર્ચામાં રહી હતી. હાલ ગ્રામપંચાયત ચૂંટણીના માહોલ વચ્ચે સાંસદની વધેલી લોકપ્રિયતાને લઈને આ વિવાદ ઊભો થયો હોવાની ચર્ચા છે, જેનાથી રાજકીય ગરમાવો વધ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત