Video: વલસાડના ઉમરગામમાં તહેવારોના બેનરો પર ફોટા કાપવા અને મોટા-નાના કરવાની રાજનીતિથી ભારે ચર્ચા

સોર્સ: gstv

વલસાડના ઉમરગામ પંથકમાં લગાવવામાં આવેલા નવા બેનરોમાં સાંસદ ધવલ પટેલનો ફોટો મોટો અને સ્થાનિક ધારાસભ્યનો ફોટો નાનો મૂકવામાં આવ્યો છે, જ્યારે અગાઉના બેનરોમાંથી સાંસદનો ફોટો જ ગાયબ હતો. આશ્ચર્યની વાત એ છે કે પાલિકા વિસ્તારના આ બેનરોમાં જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારાના ફોટાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરવામાં આવ્યો છે. ગઈકાલ સુધી ગાયબ રહેલા સ્થાનીક આગેવાનોએ રાતોરાત પોતાના નવા બેનરો તો લગાવી દીધા, પરંતુ તેમાં પણ જિલ્લા પ્રમુખનું નામ કે ફોટો ન હોવાથી આ ભૂલ છે કે જાણી જોઈને છેડેલો વિવાદ તે અંગે રાજકીય વર્તુળોમાં તરેહતરેહની ચર્ચાઓ વતી થઈ છે. બેનરોમાં કોના ફોટા રાખવા અને કોના કાપવા તેનું આ ગણિત હાલ ભારે કુતૂહલનો વિષય બન્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત