Video: ઉમરગામમાં છઠ પૂજાનો માહોલ, ફળો અને પૂજાસામગ્રીના વેપારમાં તેજી

સોર્સ: gstv

વલસાડ જિલ્લાના ઉમરગામમાં છઠ પૂજાને લઈને દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ઔદ્યોગિક વિસ્તારોમાં વસતા હજારો ઉત્તર પ્રદેશ અને બિહારના પરિવારો છઠ પૂજાની તૈયારીઓમાં જોડાયા છે. પૂજાને લઈને ફળો, વાંસના ટોપલા, સુપડા અને શેરડીના બજારમાં ભારે ખરીદી જોવા મળી રહી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓને એક દિવસમાં સારી આવક થઈ રહી છે. એક પરિવાર દીઠ હજારો રૂપિયાની ખરીદી થતાં વાંસ ઉદ્યોગ અને ફળોના વેપારીઓ માટે છઠ પૂજા રોજગારીનું મોટું માધ્યમ બની છે. સાંજે આથમતા અને સવારે ઉગતા સૂર્યદેવની પૂજા માટે હજારો પરિવારો ઉમરગામમાં એકત્રિત થશે. છઠ પૂજાને ધ્યાનમાં રાખીને ઉમરગામ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ખાસ તળાવ પણ બનાવવામાં આવ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત