Video: વલસાડના ઉમરગામમાં છઠ પૂજાને લઈને આજથી ઉપવાસનો પ્રારંભ, તળાવ કિનારે હજારો માટીની વેદીઓ તૈયાર કરાઈ

સોર્સ: gstv

ઉમરગામ મોટો ઔદ્યોગિક વિસ્તાર હોવાથી ઉત્તર પ્રદેશ અને બિહારના શ્રમિકો તેમજ પરિવારો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. દિવાળી બાદ બિહારવાસીઓ માટે છઠ પૂજા એક અત્યંત મોટો અને પવિત્ર ઉત્સવ ગણાય છે. પાલિકા વિસ્તારમાં ખાસ છઠ પૂજા માટે તૈયાર કરાયેલા તળાવ પર શ્રદ્ધાળુઓ માટે હજારો માટીની વેદીઓ બનાવવામાં આવી છે તેમજ પાલિકા દ્વારા લાઈટીંગ અને શણગારની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારમાં સુખ-શાંતિ અને સંતાન પ્રાપ્તિ માટે ઉગતા અને આથમતા સૂર્યદેવની આરાધના કરવામાં આવે છે. આ પર્વ દરમિયાન ઉમરગામના રસ્તાઓ પર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળશે, જે આસ્થા અને ભક્તિનું એક અદભુત ઉદાહરણ પૂરું પાડશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત