Video: સુરેન્દ્રનગરમાં 1100થી વધુ શાળાઓ શરૂ, ઠંડીને પગલે શાળાનો સમય બદલવા વાલીઓની માંગ

સોર્સ: gstv

સુરેન્દ્રનગર જિલ્લામાં દિવાળી વેકેશન પૂર્ણ થતાં આજથી 1100થી વધુ શાળાઓ ફરી ધમધમતી થઈ છે અને દ્વિતીય સત્રનો પ્રારંભ થયો છે. વેકેશન બાદ વિદ્યાર્થીઓ ફરી શાળાએ પહોંચતાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ થઈ છે. જોકે, જિલ્લામાં શિયાળાની ઠંડીનો પ્રારંભ થતાં વહેલી સવારે શાળાએ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી પડી રહી છે. હાલ શાળાઓનો સમય સવારે 7:30 વાગ્યાનો હોવાથી વાલીઓએ સમયમાં ફેરફાર કરવાની માંગ ઉઠાવી છે. શાળાનો સમય 30 મિનિટથી એક કલાક મોડો રાખવામાં આવે તેવી વાલીઓની રજૂઆત છે. હવે શિક્ષણ વિભાગ અને તંત્ર દ્વારા વાલીઓની આ માંગ પર શું નિર્ણય લેવાય છે તે જોવું રહ્યું.

આ સમાચાર શેર કરો

જાહેરાત