Video: છોટાઉદેપુર: ગૃહમંત્રી હર્ષ સંઘવી 27મીએ રાયસીંગપુરા ગામે આદિવાસી પરિવારના ઘરે કરશે રાત્રિ રોકાણ, પોલીસે સુરક્ષાની ઝીણવટભરી તપાસ હાથ ધરી

ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી આગામી 27 નવેમ્બરે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામે મુલાકાતે જશે. છોટાઉદેપુરની 72 કલાકની મુલાકાત દરમિયાન તેઓ આદિવાસી પરિવારના સભ્ય સુરતાનભાઈ રાઠવાના ઘરે રાત્રિ રોકાણ કરશે. રાજ્યના ગૃહમંત્રી પ્રથમવાર આદિવાસી પરિવારના ઘરે રાત્રિ રોકાણ કરવાના હોવાથી ગામમાં ઉત્સાહનો માહોલ છે. ગૃહમંત્રીના આગમનને લઈને પરિવાર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બીજી તરફ સુરક્ષાને લઈને જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ પરિવારના ઘર અને આસપાસના વિસ્તારની ઝીણવટભરી તપાસ કરી છે.
જાહેરાત















