સોમનાથમાં નોનવેજ પ્રતિબંધ યથાવત્, રેસ્ટોરન્ટ માલિકોને હાઈકોર્ટમાંથી રાહત નહીં!

સોમનાથ મંદિર આસપાસ નોનવેજ વેચાણ પર પ્રતિબંધ યથાવત્ રહેશે... ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારના જાહેરનામા સામેના કેસમાં અગાઉ આપેલા સ્ટેની મુદત 16 ડિસેમ્બર સુધી લંબાવી છે... જેના કારણે મંદિરની 500 મીટરની ત્રિજ્યામાં માંસાહારી ખાદ્યપદાર્થોના વેચાણ અને સંગ્રહ પર હાલ પ્રતિબંધ ચાલુ રહેશે...

સોમનાથના છ નોનવેજ રેસ્ટોરન્ટ માલિકોએ રાજ્ય સરકારના જાહેરનામાને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યું હતું... અરજદારોની દલીલ હતી કે પ્રતિબંધને કારણે તેમનો વ્યવસાય અને આજીવિકા જોખમમાં મુકાઈ છે... તેમજ બંધારણના અનુચ્છેદ 19(1)(g) હેઠળ મળેલા વ્યવસાયના અધિકારનું ઉલ્લંઘન થઈ રહ્યું છે...

જાહેરાત

અગાઉ સિંગલ જજે સરકારી જાહેરનામું રદ કર્યું હતું... જોકે રાજ્ય સરકારે આ નિર્ણય સામે ડબલ જજની બેન્ચમાં અપીલ કરી હતી... રાજ્ય સરકાર તરફથી ધાર્મિક લાગણીઓ અને શ્રદ્ધાળુઓની આસ્થાને ધ્યાનમાં રાખીને પ્રતિબંધ યોગ્ય હોવાની રજૂઆત કરવામાં આવી હતી...

30 ઓક્ટોબરે હાઈકોર્ટે સિંગલ જજના ચુકાદા પર વચગાળાનો સ્ટે આપ્યો હતો... રેસ્ટોરન્ટ માલિકોએ સુપ્રીમ કોર્ટમાં પણ રાહત માગી હતી, પરંતુ ત્યાંથી પણ વચગાળાની રાહત મળી નહોતી...

હવે ગુજરાત હાઈકોર્ટે સ્ટેની મુદત 16 ડિસેમ્બર સુધી લંબાવતા રેસ્ટોરન્ટ માલિકોને હાલ રાહત મળી નથી... આગામી સુનાવણીમાં આ વિવાદ પર કોર્ટ શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે...

આ સમાચાર શેર કરો

જાહેરાત