Video: સાબરકાંઠા કોંગ્રેસમાં જૂથવાદ સપાટી પર! સ્નેહમિલન સમારોહના બહિષ્કારની ચીમકી

સોર્સ: gstv

સાબરકાંઠા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. હિંમતનગરમાં 28 નવેમ્બરે યોજાનારા કોંગ્રેસના સ્નેહમિલન સમારોહને લઈને વિવાદ વકર્યો છે. કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ સોલંકીનું નામ ન હોવાથી કાર્યકરો અને હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી રહી છે. આ વિરોધમાં કેટલાક કોંગ્રેસી કાર્યકરોએ સોશિયલ મીડિયા પર કાર્યક્રમના બહિષ્કારના સ્ટેટ્સ મૂક્યા છે. પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેશ પટેલ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, મધુસુદન મિસ્ત્રી, જગદીશ ઠાકોર સહિતના નેતાઓ ઉપસ્થિત રહેવાના છે. હવે જિલ્લા પ્રમુખની બાદબાકીને લઈને શરૂ થયેલો વિવાદ કોંગ્રેસમાં કેટલો મોટો બને છે તેના પર સૌની નજર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત