Video: સાવલીમાં ગેરકાયદે નલ સે જલ જોડાણ અને રોડ તોડવાનો મામલો: કંપનીને નોટિસ ફટકારી બે દિવસમાં ખુલાસો માંગ્યો

વડોદરાના સાવલીમાં નલ સે જલ યોજનાના ગેરકાયદે જોડાણનો મામલો સામે આવ્યો છે. સાવલીના સુભેલાવ નજીક SNI Trucoat Pvt. Ltd. દ્વારા માર્ગ અને મકાન વિભાગની પૂર્વ મંજૂરી વગર લાઇન ક્રોસિંગ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે. કંપની દ્વારા સમલાયા–ટુંડાવ–રાણીયા MDR રોડ તોડવાની સાથે રોડની ROWમાં પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનું સ્થળ તપાસમાં સામે આવ્યું છે. આ મામલે માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેરે કંપનીને નોટિસ ફટકારી છે. નોટિસ મળ્યાના બે દિવસમાં ખુલાસો રજૂ કરવા અને રસ્તાનું નુકસાન પોતાના ખર્ચે રિપેર કરવા તાકીદ કરવામાં આવી છે. હવે કંપનીના ખુલાસા બાદ વિભાગ કેવાં પગલાં ભરે છે તેના પર સૌની નજર છે.
જાહેરાત















