Video: સુરેન્દ્રનગરમાં કપાસનું ઉત્પાદન ઘટતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો

ગુજરાતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતા સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે કપાસના ઉતારામાં વ્યાપક ઘટાડો થયો છે. ખાસ કરીને લખતર તાલુકામાં સૌથી ઓછો ઉતારો આવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ખેડૂતોની હૈયાવેદના છે કે મણે માત્ર પંદરસો કિલો જેટલો જ ઉતારો આવ્યો છે. વીઘે નવ હજાર રૂપિયાથી વધુનો ખર્ચ કરવા છતાં મજૂરીના પૈસા પણ નીકળે તેટલો કપાસ પાક્યો નથી, જેથી ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આ વિકટ પરિસ્થિતિમાં સરકાર યોગ્ય નિર્ણય લઈ ટેકાના ઊંચા ભાવે કપાસની ખરીદી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
જાહેરાત
















