Video: સુરેન્દ્રનગરમાં ગાંજાના વાવેતર અને વેચાણ પર 5 સ્થળોએ પોલીસના દરોડા, 6 શખ્સોની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં ગાંજાના વાવેતર અને વેચાણ સામે પોલીસે વ્યાપક કાર્યવાહી હાથ ધરી 5 સ્થળોએ દરોડા પાડ્યા હતા અને કુલ 6 શખ્સોની ધરપકડ કરી હતી ધજાળા વિસ્તારમાં 4 કિલો ગાંજો તેમજ રાજારામ નામના યુવક પાસેથી 6 કિલો ગાંજો ઝડપાયો છે. ચોટીલામાં ગાંજાના વાવેતર પર દરોડા પાડી 1.600 કિલો જથ્થો જપ્ત કરાયો, જ્યારે સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ નજીક 44 ગ્રામ ગાંજા સાથે 2 શખ્સો પકડાયા હતા અને આણંદપુરમાં પણ ખેતરમાં વાવેતર ઝડપાયું હતું . પોલીસે નશીલા પદાર્થના વેચાણ અંગે તાત્કાલિક જાણ કરવા નાગરિકોને અપીલ કરી હતી .
જાહેરાત














