Video: સુરેન્દ્રનગરમાં તુવેરનો પાક નિષ્ફળ, વીઘે માત્ર 5 મણ ઉતારાથી ખેડૂતોને મોટું નુકસાન, ટેકાના ભાવની માંગ

સુરેન્દ્રનગર જિલ્લામાં આશરે 1 હજાર હેક્ટર વિસ્તારમાં તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા પાકને મોટું નુકસાન પહોંચ્યું છે. ગત વર્ષે જ્યાં વીઘે 25 મણ સુધી તુવેરનો ઉતારો મળ્યો હતો, ત્યાં ચાલુ વર્ષે વીઘે અંદાજે 20 મણ જેટલો ઘટાડો થઈ માત્ર 5 મણની ઉપજ થવાની શક્યતા છે. પાક નિષ્ફળ જતાં વાવણી, ખાતર, દવા અને મજૂરીનો ખર્ચ પણ ન નીકળે તેવી સ્થિતિ સર્જાતા ખેડૂતો પછતાઈ રહ્યા છે. હાલ ખેડૂતો સરકાર દ્વારા પૂરતા ટેકાના ભાવે તુવેરની ખરીદી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
જાહેરાત














