Video: સુરેન્દ્રનગરના સ્વસ્તિક ચોકમાં રહેણાક મકાનમાં ભીષણ આગ, મનપાએ મેજર કોલ જાહેર

સોર્સ: gstv

સુરેન્દ્રનગર શહેરના ભરચક એવા સ્વસ્તિક ચોક વિસ્તારમાં આવેલા એક રહેણાક મકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. આગની ગંભીરતાને લઈનેતાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો અને 3 જેટલા ફાયરબ્રિગેડના વાહનો ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયર વિભાગની ટીમોએ આગને કાબૂમાં લેવા સઘન પ્રયાસો હાથ ધર્યા અને આગ પર કાબુ મેળવ્યો

આ સમાચાર શેર કરો

જાહેરાત