Video: ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા 27 નવેમ્બરે અડાલજમાં સંમેલન, સંત-મહાત્માઓ આપશે માર્ગદર્શન

ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવા તેમજ દેશભરમાંથી ગૌહત્યા સંપૂર્ણપણે અટકાવવાના ઉદ્દેશ્ય સાથે 27 નવેમ્બરે ગાંધીનગરના અડાલજ ખાતે ગૌ સન્માન મહાસંમેલન યોજાશે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગૌ માતાને સેવા, સુરક્ષા અને સન્માનનો અધિકાર અપાવવાનો તેમજ ગૌવંશ પર યોગ્ય સંશોધન અને પૂરતું અનુદાન મળે તે સુનિશ્ચિત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન ગૌ માતાને રાષ્ટ્ર માતા, રાષ્ટ્રીય દેવી, રાષ્ટ્રીય આરાધ્યા, રાષ્ટ્રીય ધરોહર અને રાષ્ટ્રીય આધારનો દરજ્જો આપવા સહિતની માંગો સાથે સરકારને ત્રણ પ્રકારની વિનંતી કરવામાં આવશે. આ પ્રસંગે વિવિધ સંત-મહાત્માઓ પોતાના વિચારો અને માર્ગદર્શન રજૂ કરશે.
જાહેરાત












