Video: અમદાવાદ જિલ્લાના બાવળામાં ગટરલાઇનના ખોદકામમાં ફરી ગેસની પાઇપલાઇનને નુકસાન

સોર્સ: gstv

અમદાવાદ જિલ્લાના બાવળા નગરમાં ગેસની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતાં સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. બાવળા નગરપાલિકા દ્વારા ગટરલાઇનના કામ માટે કરવામાં આવી રહેલા ખોદકામ દરમિયાન ગુજરાત ગેસની પાઇપલાઇનને નુકસાન પહોંચતાં ગેસ લીકેજની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે આસપાસના રહીશોમાં ચિંતા જોવા મળી હતી. નોંધનીય છે કે બાવળામાં અગાઉ પણ ખોદકામ દરમિયાન ગેસની પાઇપલાઇન તૂટવાની ઘટના બની હતી, જેમાં આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી હતી. વારંવાર આવી ઘટનાઓ બનતાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. ખોદકામ પહેલાં ભૂગર્ભ પાઇપલાઇનોની પૂરતી તપાસ અને સુરક્ષાની તકેદારી રાખવામાં આવે તેવી સ્થાનિકોમાં માગ ઊઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત