મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: બાવળામાં પાણીના તેજ પ્રવાહમાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગઈ

અમદાવાદના બાવળા તાલુકાના સાકોદરા ગામે ભારે વરસાદમાં દુર્ઘટના બની હતી. સાકોદરા ગામના રોડ પર વહેતા

તસવીર: gstv

અમદાવાદના બાવળા તાલુકાના સાકોદરા ગામે ભારે વરસાદમાં દુર્ઘટના બની હતી. સાકોદરા ગામના રોડ પર વહેતા પાણીના તેજ પ્રવાહ વચ્ચે એક ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટરમાં અંદાજે ૧૦ વ્યક્તિઓ સવાર હતી. ટ્રેક્ટરનું સંતુલન બગડતાં તે અચાનક પલ્ટી ખાઈ ગયું. જોકે, સમયસર તમામ લોકો ટ્રેક્ટરમાંથી બહાર નીકળી જતાં મોટી જાનહાનિ ટળી ગઈ.આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઇજાઓ થઈ નથી. તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાયેલા માર્ગો અને વહેતા પાણીમાંથી પસાર થવાનું જોખમ ન લેવું.

આ સમાચાર શેર કરો