VIDEO: અમદાવાદના ધોળકા-બાવળામાં પૂર જેવી સ્થિતિ, પાણીમાં તણાઈ જવાથી ચારના મૃત્યુ
અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવળા વિસ્તારમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી પા

અમદાવાદ જિલ્લાના ધોળકા અને બાવળા વિસ્તારમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી પાણીની ભારે આવક થવાના કારણે પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. આ વિકટ પરિસ્થિતિ વચ્ચે ધોળકા શહેરમાં પાણીના પ્રચંડ પ્રવાહમાં તણાઈ જવાથી વધુ બે વ્યક્તિના મૃતદેહો બલાસ ચોકડી અને ફુલન સર્કલ વિસ્તારમાંથી મળી આવ્યા છે. અગાઉ કલીકુંડ અને સરસ્વતી સ્કૂલ પાસેથી પણ બે મૃતદેહો મળી આવ્યા હતા, જેથી ધોળકાના વિવિધ ચાર વિસ્તારોમાંથી અત્યાર સુધીમાં કુલ ચાર લોકોના મૃતદેહ મળ્યા છે..આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક દોડી આવ્યું હતું અને ચારેય મૃતદેહોનો કબજો મેળવી પીએમ અર્થે ખસેડીને કાયદેસરની આગળની તપાસ હાથ ધરી છે.




