VIDEO: અમદાવાદના બોપલની સોસાયટીઓમાં બે દિવસ બાદ પણ પાણીથી હાલાકી
અમદાવાદના બોપલમાં કે જ્યાં મુખ્યમંત્રી અને મેયર સહિત મ્યુનિસિપલ કમિશનર મેદાન

અમદાવાદના બોપલમાં કે જ્યાં મુખ્યમંત્રી અને મેયર સહિત મ્યુનિસિપલ કમિશનર મેદાનમાં ઉતર્યાં હતા. ત્યાં હજુ પણ અનેક સોસાયટીઓના રહીશો પાણી ન ઓસરતા હોલાકીમાં છે. બોપલની ઋષિકેશ સોસાયટીના રોડ રસ્તા અને બંગલામાં પાણી ઘૂસી આવ્યા. દિવસ રાત મુશ્કેલી વેઠતા સ્થાનિકો કહી રહ્યાં છે કે અગાઉ આટલી સ્થિતિ ખરાબ ન હતી. આ સોસાયટીઓમાં પહેલી વખત ઘરમાં પાણી ઘૂસ્યા છે અને લોકોને પાર્કિંગમાંથી કાર સુરક્ષિત જગ્યાએ મુકવાનો સમય પણ ન મળ્યો. નજીક બનેલી ખાનગી શાળા ઉંચાણમાં બનેલી હોવાથી આ તકલીફ થઈ છે.




