Video: લખનઉમાં ખડગેની આગેવાનીમાં સંવિધાન રક્ષા માર્ચ, ભાજપ પર નિશાન

લખનઉમાં બંધારણ દિવસ નિમિત્તે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંવિધાન રક્ષા માર્ચનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમણે ભાજપ સરકાર પર નિશાન સાધતા આક્ષેપ કર્યો કે સરકાર રાહુલ ગાંધી, કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓથી ડરે છે. ખડગેએ કહ્યું કે આજે ભલે માર્ચને નિર્ધારિત સ્થળે પહોંચતા રોકવામાં આવી હોય, પરંતુ ભવિષ્યમાં કોંગ્રેસના કાર્યકરો ત્યાં પહોંચીને જ રહેશે. તેમણે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતીય બંધારણને મંજૂરી આપી હોવાની ઐતિહાસિક ઘટનાને યાદ કરી હતી. ઉત્તરપ્રદેશની બંધારણ નિર્માણમાં રહેલી ભૂમિકાનો ઉલ્લેખ કરતાં તેમણે જવાહરલાલ નહેરુ, ગોવિંદ વલ્લભ પંત અને મૌલાના આઝાદ સહિતના નેતાઓના યોગદાનને યાદ કર્યું હતું.
જાહેરાત











