Video: બારડોલીના ઉવા નહેર હત્યાકાંડમાં બોગસ વીમા કૌભાંડનો ખુલાસો. એક આરોપી ઝડપાયો, અન્ય ત્રણ ફરાર

સોર્સ: gstv

સુરત જિલ્લાના બારડોલીના ઉવા ગામે નહેરમાં શ્રમજીવી પરિવારના 6 સભ્યોને નાખી દેવાના ચકચારી હત્યાકાંડમાં નવા ખુલાસા થયા છે. બારડોલીના સરભણ ગામે નહેરમાંથી વધુ એક બાળકનો મૃતદેહ મળ્યો છે, જ્યારે એક ગુમ બાળકની પોલીસ શોધખોળ કરી રહી છે. પોલીસના મતે આ ઘટના પાછળ બોગસ વીમા પોલિસી કૌભાંડ જોડાયેલું છે. મહારાષ્ટ્રમાં 12 મહિના અગાઉ અકસ્માતમાં ખપાવી 70 લાખથી વધુનો વીમો પકવવાના કેસમાં આરોપી ભાઈ 11 મહિનાથી જેલમાં છે અને કવિતા સાક્ષી હોવાથી સજા થવાની ભીતિ હતી, ઉપરાંત જલગાંવમાં પણ બોગસ વીમા અંગે ફરિયાદ નોંધાઈ હતી. પૈસાની રકઝક બાદ આભવા, બંટી, ખાંડ્યા સહિતની ગેંગે કવિતા અને તેના પરિવારની હત્યાનું કાવતરું રચ્યું હોવાનું મનાય છે. પોલીસે આરોપી ખાંડ્યાની ધરપકડ કરી છે, જ્યારે મુખ્ય આરોપી આભવો સહિત ત્રણ ફરાર છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત