Video: વિધાનસભા ચૂંટણી પહેલા ગુજરાત ભાજપનું સેવાદૂત અભિયાન, 182 બેઠકો પર બે-બે સિનિયર નેતાઓની નિમણૂક થશે

સોર્સ: JATIN BAROT GSTV NEWS

ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓને લઈને ભાજપે અત્યારથી જ સંગઠનાત્મક કવાયત શરૂ કરી છે. ચૂંટણી પૂર્વે ગુજરાત ભાજપ દ્વારા રાજ્યભરમાં 'સેવાદૂત અભિયાન' ચલાવવામાં આવશે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ 182 વિધાનસભા બેઠકો પર બે-બે સેવાદૂત મોકલવામાં આવશે. ખાસ વાત એ છે કે, સેવાદૂત તરીકે ભાજપના સિનિયર નેતાઓને જવાબદારી સોંપવામાં આવશે. આ નેતાઓ પોતાને સોંપવામાં આવેલી વિધાનસભા બેઠકની રાજકીય સ્થિતિનો તાગ મેળવશે અને સ્થાનિક સ્તરે સંગઠનની સ્થિતિ, રાજકીય સમીકરણો સહિતના મુદ્દાઓનો રિપોર્ટ તૈયાર કરશે. ભાજપનું આ સેવાદૂત અભિયાન આગામી 1 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધી એટલે કે 25 દિવસ ચાલશે. આ અભિયાનના માધ્યમથી ભાજપ તમામ 182 બેઠકોની સ્થિતિનો તાગ મેળવી ચૂંટણીલક્ષી રણનીતિ તૈયાર કરશે. ચૂંટણી પૂર્વે ભાજપનું આ અભિયાન રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત