Video: હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયાની સૂચક સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણમાં ગરમાવો, ચર્ચાઓ તેજ

સોર્સ: gstv

પાટીદાર અનામત આંદોલનથી ચર્ચામાં આવેલા હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા ફરી સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ચર્ચામાં આવ્યા છે. વિરમગામના ભાજપ ધારાસભ્ય હાર્દિક પટેલે મારી શાંતિને મારી નબળાઈ સમજવાની ભૂલ ન કરતા, દરેક જવાબ શબ્દોથી જ આપવામાં આવે એ જરૂરી નથી. તેવ સૂચક કેપ્શન સાથે ફોટો શેર કર્યો..જે વાયરલ થયા બાદ હાર્દિકના જૂના સાથે અલ્પેશ કથીરિયાએ પણ હાર્દિક સાથેની જૂની તસવીર શેર કરીને કેપ્શનમાં લખ્યું કે, "અમારી ખામોશીને કમજોરી સમજવાની ભૂલ ના કરતા, અમારા સ્વાભિમાનને તમારી શરતોમાં તોલતા નહીં. અમે સમય આવ્યે ઇતિહાસ લખવાની તાકાત રાખીએ છીએ, બાકી અમને દરેક પાને પોતાનું નામ લખવાનો શોખ નથી." હાલ ભાજપમાં સક્રિય બંને નેતાઓની એકસાથે આવેલી આ પોસ્ટ કોને ઉદ્દેશીને કરાઈ છે તે અંગે રાજકીય વર્તુળોમાં ગરમાવો આવ્યો છે અને વિવિધ અટકળો તેજ બની છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત