ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027: ચૂંટણી ખર્ચમાં ૨૩ ટકાનો તોતિંગ વધારો, બજેટ રૂ. ૪૭૭ કરોડને આંબશે!

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027: ચૂંટણી ખર્ચમાં ૨૩ ટકાનો તોતિંગ વધારો, બજેટ રૂ. ૪૭૭ કરોડને આંબશે!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

આગામી ૨૦૨૭માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વધુ હાઈટેક અને મોંઘી બનવા જઈ રહી છે. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO)ની કચેરી દ્વારા ચૂંટણીના સંચાલન માટે રાજ્ય સરકાર પાસે રૂ. ૪૭૭ કરોડના બજેટની માંગણી કરવામાં આવી છે. ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી માટે ફાળવવામાં આવેલા રૂ. ૩૮૭ કરોડની સરખામણીએ આ બજેટમાં ૨૩ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. જોકે, નવી વ્યવસ્થાઓ અને દેખરેખના વ્યાપને જોતા વાસ્તવિક ખર્ચ રૂ. ૫૦૦ કરોડને પણ પાર કરી જાય તેવી શક્યતા છે.

તમામ મતદાન મથકો પર ૧૦૦% લાઈવ વેબકાસ્ટિંગ

જાહેરાત

ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને ગેરરીતિઓ અટકાવવા માટે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે:
•    અત્યાર સુધી દરેક વિધાનસભા બેઠકના અંદાજે ૨૫૫ જેટલા પસંદગીના મતદાન મથકો પર જ લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવતું હતું.
•    પરંતુ ૨૦૨૭ની ચૂંટણીમાં રાજ્યના ૧૦૦ ટકા મતદાન મથકો પર લાઈવ વેબકાસ્ટિંગ કરવાની દરખાસ્ત છે.
•    ઉલ્લેખનીય છે કે, ૨૦૨૨ની ચૂંટણીમાં ગુજરાતમાં કુલ ૫૧,૮૩૯ મતદાન મથકો હતા. આ નિર્ણયના અમલથી દરેક બૂથ પર સીધી લાઈવ નજર રાખી શકાશે, જેના કારણે બજેટમાં મોટો વધારો થયો છે.
મતદારો માટે પ્રથમ વખત 'મોબાઈલ લોકર' જેવી સુવિધા
મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ હોવાથી એકલા મતદાન કરવા આવતા નાગરિકોને ભારે હાલાકી પડતી હતી. આ સમસ્યાના ઉકેલ માટે ચૂંટણી તંત્ર દ્વારા પ્રથમ વખત મતદાન મથકની બહાર જ મતદારોના મોબાઈલ ફોન અને અન્ય કિંમતી સામાન સુરક્ષિત રાખવા માટે ખાસ વ્યવસ્થા (સેફ ડિપોઝિટ ફેસિલિટી) ઊભી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

અગાઉની ચૂંટણીઓમાં ખર્ચનું ગણિત

સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ, ચૂંટણીનો અંદાજિત ખર્ચ હંમેશા બજેટ કરતા વધતો રહ્યો છે:
•    ૨૦૧૨ વિધાનસભા ચૂંટણી: રૂ. ૧૭૫ કરોડની જોગવાઈ સામે ખર્ચ વધુ થયો હતો.
•    ૨૦૧૭ વિધાનસભા ચૂંટણી: રૂ. ૨૫૦ કરોડના બજેટ સામે વાસ્તવિક ખર્ચ રૂ. ૩૨૬ કરોડ થયો હતો.
•    ૨૦૨૨ વિધાનસભા ચૂંટણી: રૂ. ૩૮૭ કરોડની ફાળવણી કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત