Video: ડીસામાં ભૂખ હડતાળનો 10મો દિવસ: નવઘણજી ઠાકોરની ચીમકી, ન્યાય નહીં મળે તો સમગ્ર ગુજરાતમાં આંદોલન

બનાસકાંઠાના ડીસા જૂના ડીસામાં જન આંદોલન સમિતિની ભૂખ હડતાળનો આજે 10મો દિવસ છે. આંદોલનને સમર્થન આપવા ઠાકોર સમાજના પ્રદેશ પ્રમુખ નવઘણજી ઠાકોરે મુલાકાત લઈ આંદોલનકારીઓની રજૂઆતો સાંભળી હતી. તેમણે સરકારને ચીમકી આપતાં જણાવ્યું હતું કે જો સરકાર ન્યાય નહીં આપે તો સમગ્ર ગુજરાતને આંદોલન માટે આહ્વાન કરવામાં આવશે. નવઘણજી ઠાકોરે દાવો કર્યો કે અહીં 40 પરિવારો વર્ષોથી વસવાટ કરે છે અને તેમને પોતાની જગ્યાએ જ રહેવા દેવા જોઈએ. આ આંદોલનમાં OBC, ST, SC અને લઘુમતી સમાજના લોકો પણ જોડાયા છે. જ્યાં સુધી સરકાર દ્વારા ન્યાય નહીં મળે ત્યાં સુધી ભૂખ હડતાળ ચાલુ રાખવાની આંદોલનકારીઓએ જાહેરાત કરી છે.
જાહેરાત















