Video: બહુચરાજીના જમીન વેપારી પર શંખેશ્વરમાં હુમલો, ₹50 લાખની લેતીદેતીમાં ચાર શખ્સો સામે ગુનો

બહુચરાજીના જમીન વેપારી કવનકુમાર પટેલ પર શંખેશ્વરમાં જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. જમીનના સોદાના બાકી 50 લાખ રૂપિયા અને ચેકની લેતીદેતી મામલે અદાવત રાખી વેપારીને જન્મદિવસના બહાને ફાર્મ હાઉસ પર બોલાવવામાં આવ્યા હતા. 23 નવેમ્બરની રાત્રે શંખેશ્વરના ટુવડ રોડ પર આવેલા ફાર્મ હાઉસમાં લાકડી, ધોકા અને પટ્ટા વડે વેપારી પર હુમલો કરાયો હતો. હુમલામાં વેપારીના હાથ-પગ અને આંગળીઓમાં ફ્રેક્ચર થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. આરોપીઓએ બાકી 50 લાખ રૂપિયા ભૂલી વધુ 1.50 કરોડ રૂપિયાની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ મામલે શંખેશ્વર પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત











